આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કઇ રીતે કરશો?

#aadhaar #update #link

આપણા દેશમાં આધારકાર્ડએ ખૂબ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારત સરકાર દ્વારા બેંક, પાનકાર્ડ, રેશનકાર્ડ, ગેસ વિગેરેમાં આધારકાર્ડ લિંક કરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. ત્યારે તમે કોઇ વિગતો તેમાં ઓનલાઇન અપડેટ કરવા ઈચ્છો તો આધારકાર્ડમાં મોબાઇલ નંબર લિંક હોવો ખાસ આવશ્યક છે. પરંતુ જો તમારો મોબાઇલ નંબર આધારકાર્ડ સાથે લિંક હોય તો, તેવા કિસ્સામાં તમારે કાયમી આધારકાર્ડ નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી આવશ્યક છે.

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવાની પ્રક્રિયા

તમે અન્ય સ્થાને સ્થળાંતર થવાના કિસ્સામાં અથવા અંગત કારણોસર મોબાઇલ નંબર બદલી શકો છો. જેની માટે તમારે કાયમી આધારકાર્ડ નોંધણી કેન્દ્રમાં જવાનું રહેશે.

આધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલવાની પ્રક્રિયા નીચે મુજબ છે.

 • કાયમી નોંધણી કેન્દ્રની મુલાકાત લો અથવા તમે નજીકના સેવા કેન્દ્ર લિંક પરથી રાજ્ય, પીનકોડ વિગેરેની મદદથી શોધી શકશો. https://appointments.uidai.gov.in/(X(1)S(djzwm255tba0kqbynhh11b45))/aspx?AspxAutoDetectCookieSupport=1  .
 • જ્યારે તમે નોંધણી કેન્દ્રની મુલાકાત લો ત્યારે તમારે તમારું અસલ આધારકાર્ડ ફરજીયાત તમારી સાથે રાખવાનું રહેશે.
 • તમે અપડેટ કરવા માટે વિનંતી કરી શકો છો.
 • એકવાર તમારી વિનંતીની પ્રક્રિયા થયા બાદ તમને Update Request Number (URN) મળશે. જેની મદદથી તમે તમારી વિનંતી/અરજીની સ્થિતિ જાણી શકશો.
 • મોબાઇલ નંબર બદલવા માટે રૂ.૫૦/-(અંકે રૂપિયા પચાસ પુરા) નો ચાર્જ વસુલવામાં આવશે.

નોંધ:: આધારના ડેટાબેઝમાં તમારો મોબાઇલ નંબર અપડેટ થવામાં ૩૦(ત્રીસ) દિવસ જેટલો સમય લાગી શકે છે

આધારકાર્ડમાં મોબાઇલ નંબર ઉમેરવા/અપડેટ કેવી રીતે કરશો?

તમે તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડમાં એડ કર્યા પછી UIDAI સાથે રજીસ્ટર કરી શકો છો. ત્યારબાદ આધારકાર્ડને લગતા મેસેજ, સુચનાઓ અને OTP તમારા મોબાઇલ નંબરમાં આવશે. તમારા આધાર કાર્ડમાં તમારો મોબાઇલ નંબર ઉમેરવા માટેની પ્રક્રિયા નીચે મુજબ છે.

 • નજીકના આધારકાર્ડ નોંધણી કેન્દ્રમાં જવાનું રહેશે.
 • આધાર નોંધણી ફોર્મ સંપૂર્ણ ભરો.
 • ફોર્મમાં તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
 • તમારું ફોર્મ સંબંધિત અધિકારીને આપો.
 • તમારી માહિતીને પ્રમાણિત કરવા માટે તમારા બાયોમેટ્રીક આપો. તમારે કોઇપણ દસ્તાવેજ આપવાની જરૂર નથી.
 • રૂ.૫૦/-(અંકે રૂપિયા પચાસ પુરા) ફી ચૂકવો.

નોંધ:: જો તમે નોંધણી દરમિયાન મોબાઇલ નંબર આપો છો, તો તમારે ફરીવાર નોંધણી કરાવવાની જરૂર નથી.

આધારકાર્ડમાં મોબાઇલ નંબરની સ્ટેટસ કઇ રીતે ચકાસશો?

તમારો મોબાઇલ નંબર આધારકાર્ડ સાથે લિંક થયેલ છે કે નહિં તે નક્કી કરવા માટેની બે પદ્ઘતિઓ નીચે મુજબ છે.

પહેલી રીત:

 • UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો (https://uidai.gov.in/)તમારી ભાષા પસંદ કરો.
 • MY AADHAAR મેનુમાં જઇ AADHAAR SERVICES માં જઇ VERIFY Email/Mobile Number પસંદ કરો.
 • “Verify Mobile Number” ઓપ્શન પસંદ કરી આધારકાર્ડ, મોબાઇલ નંબર અને CAPTCHA કોડની વિગતો દાખલ કરો
 • ‘Send OTP’ બટન આવે તો તમારો મોબાઇલ નંબર UIDAIના ડેટાબેઝમાં માન્ય કરવામાં આવેલ છે.

બીજી રીત:

 • UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો (https://uidai.gov.in/)તમારી ભાષા પસંદ કરો.
 • MY AADHAAR મેનુમાં જઇ AADHAAR SERVICES માં જઇ VERIFY Email/Mobile Number પસંદ કરો.
 • “Verify Mobile Number” ઓપ્શન પસંદ કરી આધારકાર્ડ, મોબાઇલ નંબર અને CAPTCHA કોડની વિગતો દાખલ કરો
 • ‘‘Proceed And Verify Aadhaar’ બટન પસંદ કરી તમારો મોબાઇલ નંબર તમારા આધારકાર્ડ સાથે લિંક છે કે નહિં તે જાણી શકશો.

નીચેની લિંક પર ક્લિક કરી સીધા વેરીફાય ઓપ્શન પર જઇ શકશો.

https://myaadhaar.uidai.gov.in/verify-email-mobile

દાવો:-

લેખ માત્ર માહિતીના હેતુ માટે બનાવવામાં આવેલ છે. ધુ માહિતી માટે કૃપા કરીને લિકંની મુલાકાત લો.  https://uidai.gov.in/

One thought on “આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કઇ રીતે કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *