ડંકી ટ્રેલર ( Dunki Drop 4 I Shahrukh Khan I Rajkumar Hirani )

સૌપ્રથમ વખત રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાન સાથે ડંકી ફિલ્મ નાતાલના તહેવારો પર 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

DROP1 થી DROP3 રજૂ કર્યા બાદ ૫મી ડિસેમ્બર મંગળવારે ડ્રોપ 4 તરીકે ટ્રેલર રજૂ કરવામાં આવ્યું, જે ગણતરીની કલાકોમાં જ YOUTUBE પર મિલિયન વ્યુઝમાં આવી ગયું છે.  

ટ્રેલરમાં શું છે?

ડંકીનું ટ્રેલર શાહરૂખના શીર્ષક પાત્ર હાર્ડી સાથે શરૂ થાય છે અને તેમના મિત્રો અને એક છોકરીમિત્ર (GIRLFRIEND) તાપસી પન્નું અને અંગ્રેજી શિક્ષક બોમન ઈરાની વચ્ચે પાત્રોનો મુખ્યત્વે પરિચય આપવામાં આવે છે. ત્યારબાદ અંગ્રેજોએ પણ હિન્દી જાણ્યા બગર ભારતમાં એક સદી સુધી શાસન કર્યુ હતું. જેવા ડાયલોગ અને વિદેશ જવા વચ્ચેની લડાઇ સ્પષ્ટ જોવા મળી રહી છે. જ્યારે શાહરૂખ 25 વર્ષ પછી વૃદ્ધ માણસ તરીકેનો પોતાનો લુક જાહેર કરે છે. જેમાં રેસમાં ભાગ લેતો જોવા મળે છે.

ટૂંકમાં હાસ્ય, લાગણી અને દેશભક્તિ વચ્ચે ૩મિનિટનું ટ્રેલર ક્યાં પુરુ થાય છે તે ખ્યાલ રહેતો નથી. 

YouTube player

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *