દસ્તાવેજની કામગીરીના સમયમાં ફેરફાર રજાઓમાં પણ શરૂ રહેશે

રાજ્યના ૧૮ જિલ્લાની ૫૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં આગામી તા.૧૧/૦૩/૨૦૨૩ (બીજા શનિવાર) તથા તા.૨૫/૦૩/૨૦૨૩ (ચોથા શનિવાર)ની જાહેર રજાના દિવસે પણ #દસ્તાવેજ નોંઘણીની કામગીરી ચાલુ રહેશે.

નાણાંકીય વર્ષના અંતને લઈને રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે અરજદારોના અડચણ ન પડે તે માટે તેના હિતને ધ્યાને લઇને આ બંને દિવસોમાં નિયમિત દિવસોની જેમ જ ઓનલાઇન એપાઇમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંઘણી કરાવી શકાશે.

  • રાજ્યના 52 સબ-રજીસ્ટ્રાર કચેરીઓમા કામગીરી ચાલુ રહેશે
  • ૧૧ અને ૨૫ માર્ચના રોજ રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણી થશે
  • નાણાંકીય વર્ષના અંતને લઈને નિર્ણય

રજામાં પણ કચેરી ધમધમશે

નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા આ અંગે હુકમ કરી બંને દિવસોએ નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે. રાજ્યના અમદાવાદ જિલ્લાની અમદાવાદ-૨(વાડજ), અમદાવાદ-૪(પાલડી), અમદાવાદ-૬(નરોડા), અમદાવાદ-૮(સોલા), અમદાવાદ-૯(બોપલ), અમદાવાદ-૧૧(અસલાલી), અમદાવાદ-૧૨(નિકોલ), અમદાવાદ-૧૪(દસ્ક્રોઈ), ધોળકા, સાણંદ,  સુરત જિલ્લાની સુરત-૧(અઠવા), સુરત-૨(ઉધના), સુરત-૩(નવાગામ), સુરત-૪(કતારગામ), સુરત-૫(અલથાણ), સુરત-૬(કુંભારીયા), સુરત-૭(હજીરા), સુરત-૧૦(નાનપુરા), કામરેજ કચેરીમાં કામગીરી ચાલુ રાખવા નોંધણી સર નિરીક્ષકની કચેરી તરફથી સૂચન કરાયું છે.  

ચાલુ કામકાજના દિવસની જેમ જ દસ્તાવેજ નોંધણી થશે

એ જ રીતે માંગરોળ, ઓલપાડ, પલસાણા, વડોદરા જિલ્લાની અકોટા, ગોરવા, વડોદરા-૫ (બાપોદ), ભાવનગર જિલ્લાની ભાવનગર-૧ (સીટી), મહેસાણા જિલ્લાની કડી અને મહેસાણા, મોરબી જિલ્લાની મોરબી,  નવસારી જિલ્લાની નવસારી અને  જલાલપોર, રાજકોટ જિલ્લાની રાજકોટ-૨(મોરબી રોડ), રાજકોટ-૩(રતનપર), રાજકોટ-૪(રૈયા), રાજકોટ-૫(મવા), લોધીકા અને ગોંડલ, ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર, દહેગામ તથા કલોલ, ખેડા જિલ્લાની નડિયાદ, કચ્છ જિલ્લાની ભુજ, આણંદ જિલ્લાની  આણંદ, બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ભરૂચ જિલ્લાની ભરૂચ તથા અંકલેશ્વર, બોટાદ જિલ્લાની બોટાદ, જામનગર જિલ્લાની જામનગર-૧ તથા જામનગર-૨, પંચમહાલ જિલ્લાની ગોધરા અને વલસાડ જિલ્લાની વલસાડ તથા વાપી સહી રાજ્યની જુદી જુદી ૫૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં તા. ૧૧-૦૩ તથા તા. ૨૫-૦૩-૨૦૨૩ના રોજ ચાલુ કામકાજના દિવસની જેમ જ દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે. તેમ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *